AAP Gujarat : તાપીમાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત માટે ખેડૂતોને આહવાન, મનોજ સોરઠીયાએ શું કહ્યું ?

November 23, 2025

AAP Gujarat : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે. અને આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોના પાક નુકશાન, સહાય વગેરે જેવા મુદ્દાઓ પર વાત કરવામાં આવે છે. અને આજે ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા તાપીના સોનગઢ(ગામ – ગુણસદા) બરડીપાડા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે મનોજ સોરઠીયાએ કહ્યું કે, દક્ષિણ ગુજરાતના ખેડૂતો, શેરડીના ખેડૂતો, પશુપાલકોના પ્રશ્નોના નિરાકરણ માટે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જમીન સંપાદનના પ્રશ્નો માટે અને સરકાર સામેની લડાઈ મજબૂત કરવા માટે ગુજરાતભરના ખેડૂતોને કિસાન મહાન પંચાયતમાં ભાવભર્યુ આમંત્રણ છે. ભાજપની ખેતી, ખેડૂત અને ગામડા વિરોધી નીતિઓથી સમગ્ર ગુજરાતના ખેડૂતો અત્યાચાર અને શોષણનો ભોગ બન્યા. બોટાદના હડદડથી શરૂ થયેલું ખેડૂત આંદોલન ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યું. AAP ખેડૂતોના હક માટે મજબૂતીથી આંદોલન લડી રહી છે, AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના નેતાઓ આજે ખેડૂતોના હક માટે જેલમાં છે.

આ પણ વાંચોBrijraj Solanki : તાપીના ગુણસદામાં આજે AAPની કિસાન મહાપંચાયત, બ્રિજરાજ સોલંકીએ ખેડૂતોને કર્યું આહવાન

Read More

Trending Video