AAP Gujarat : તાપીમાં મહાપંચાયતમાં ચૈતર વસાવામાં હુંકાર, કહ્યું હવે લડેંગે-જીતેંગે કરવાનો સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે”

November 23, 2025

AAP Gujarat : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે. અને ખાસ કરીને હાલ આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા ખુબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. સતત એક બાદ એક જનસભાઓ કરી રહ્યા છે. સાથે જ ચૈતર વસાવા ગામેગામ ફરી અને લોકોને મળી રહ્યા છે અને તેમને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. ત્યારે આજે તાપીમાં પણ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જ મહાપંચાયતમાં પહોંચતા પહેલા જ ચૈતર વસવાનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. તાપી પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચૈતર વસાવા સભામાં પહોંચ્યા ત્યાં સુધીમાં સતત લોકો તેમની સાથે જોડાતા ગયા અને સભામાં પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો મહાપંચાયતમાં પહોંચ્યા હતા. આ મહાપંચાયત મામલે એવું કહી શકાય કે આ AAP ની નહિ ચૈતર વસાવાની મહાપંચાયત છે તેવું કહેવું કદાચ અતિશયોક્તિ નહિ હોય.

હાલ આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા સતત સક્રિય જોવા મળી રહ્યા છે. ચૈતર વસાવાએ તાપી મહાપંચાયતમાં કહ્યું કે, આ દેશ ડો.બાબાસાહેબ આંબેડકરે બનાવેલા બંધારણથી ચાલવો જોઈએ. પણ 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસીઓને મળેલા સંવૈધાનિક અધિકારોનો અમલ નથી થયો. જો આગામી દિવસોમાં અંબાજીથી ઉમરગામ સુધી અનુસૂચિ 5નો અમલ કરવામાં નહિ આવે તો આગામી 2027ની ચૂંટણીમાં બતાવી દેવાનું છે. હવે લડેંગે જીતેંગે કે જિંદાબાદ કરવાનો સમય નથી. હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી ફેંકવાનો સમય આવી ગયો છે.

આ પણ વાંચોRajkot ના વેપારીએ 4.28 કરોડની છેતરપિંડીના કેસમાં અલ્પેશ ઢોલરીયા પર લગાવ્યા ગંભીર આક્ષેપ, શું કહ્યું જાણો

Read More

Trending Video