AAP Gujarat : 6 વર્ષની દીકરી પર દુષ્કર્મના પ્રયાસને મામલે બ્રિજરાજ સોલંકીના આવ્યા મેદાને, સરકાર પર અને મહિલા મંત્રી રીવાબા જાડેજા પર કર્યા પ્રહાર

December 10, 2025

AAP Gujarat : જસદણનાં વિંછીયાના આટકોટમાં 6 વર્ષની નાનકડી બાળકી પર થયેલી અઘટિત ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે. આમ આદમી પાર્ટીનાં પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ આ પીડિત દિકરીને ન્યાય આપવા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. AAP નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે જસદણનાં વિંછીયામાં છ વર્ષની માસુમ દિકરી સાથે શબ્દોમાં ન વર્ણવી શકાય એવી ક્રૂરતા આચરવામાં આવી છે.

જસદણમાં અવારનવાર દુષ્કર્મ, હત્યા અને લૂંટનાં બનાવો બનતા હોય છે. સાથે જ થોડા દિવસ અગાઉ 2 કરોડનો 1100 પેટી વિદેશી દારૂ ઝડપાયો હતો. હું જસદણ વિંછીયાનાં લોકોને કહેવા માગું છું કે આપણે કેવા કુશાસનમાં જીવી રહ્યા છીએ? આવા નરાધમો,આરોપીઓ, બુટલેગરો બેફામ એટલા માટે ફરી રહ્યા છે કારણ કે તેમને ખબર છે કે આ પોલીસ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનાં ઇશારે ચાલી રહી છે, એમનું કંઈ બગાડી શકશે નહીં. જસદણ વિંછીયા જાણે યુપી, બિહાર બન્યું હોય તેમ ગુંડારાજ ચાલી રહ્યું છે.

વધુમાં AAP નેતા બ્રિજરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ વિંછીયા નજીક બોટાદમાં 14 વર્ષની દીકરીએ એક બાળકને જન્મ આપ્યો અને ખબર પડી કે 70 વર્ષનાં નરાધમે તેના પર દુષ્કર્મ આચાર્યું હતું. હમણાં જ મેં ગુજરાતનાં મંત્રી રિવાબાનું ટ્વીટ જોયું, તેમાં લખ્યું હતું કે મહિલા સુરક્ષામાં ગુજરાત પહેલા ક્રમે છે. હું તેમને કહેવા માગું છું કે તમે ગુજરાતની મહિલાઓને કદાચ એસી ચેમ્બરમાં બેસીને જોતા હશો, તમારે ગ્રાઉન્ડ જીરોમાં આવવું પડશે. આ બંને દીકરીઓની મુલાકાત લો, આ બંને નરાધમોને કડકમાં કડક સજા અપાવો, બંને પરિવારને યોગ્ય આર્થિક સહાય અપાવડાવો અને બંને દીકરીઓ જ્યારે 18 વર્ષની થાય ત્યારે તેમને સરકારી નોકરી પણ અપાવડાવો, ત્યારે હું માનીશ કે તમે એક મહિલા પ્રતિનિધિ તરીકે મંત્રીમંડળમાં બેઠા છો.

ગુજરાત સરકારને કહેવા માગું છું કે આ પ્રકારનાં બનાવોમાં આરોપીઓ વિરૂદ્ધ કડકમાં કડક પગલાં લઈ જેલમાં બંધ કરો. આ પ્રકારનાં બનાવ ફરી ન બને તે માટે આરોપીઓને ફાંસી પણ આપો. આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવા માટે SITની રચના કરો અને તાત્કાલિક ધોરણે તપાસ કરો. જસદણ વિંછીયાનાં લોકોને કહેવા માગું છું કે આપણે આત્મા જગાડવાનો સમય આવી ગયો છે. આ દીકરીની જગ્યાએ કદાચ આપણી પણ દીકરી હોત, યુવાનોની હત્યા થઈ રહી છે એ યુવાનો આપણા પણ પરિવારનાં હોત, આજે આપણે સૌ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપવાની જરૂર છે, એક થવાની જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે અને આ ગુલામીમાંથી મુક્ત થવાની જરૂર છે.

આ પણ વાંચોJasdan : 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનારની ધરપકડ, ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી… રાજકોટમાં નિર્ભયા જેવી ક્રૂરતા

Read More

Trending Video