AAP Gujarat : અમરેલીના દલિત સમાજના વ્યક્તિને કેજરીવાલની સભામાં જતા ભાજપ નેતાએ ભાંડી ગાળો, ઈસુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર

November 2, 2025

AAP Gujarat : સુરેન્દ્રનગરના સુદામડામાં આમ આદમી પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના મોટા નેતાઓ આ કિસાન મહાપંચાયતમાં પહોંચ્યા હતા. જેની સાથે સુરેન્દ્રનગર સહીત આજુબાજુના ગામોથી આ સભામાં પહોંચ્યા હતા. હવે આ સભામાં જનાર એક દલિત સમાજના વ્યક્તિને ભાજપના તાલુકા પંચાયતના નેતાએ બેફામ ગાળો ભાંડી છે. જેનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અને તેના જ કારણે હવે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

 

સુરેન્દ્રનગરમાં અરવિંદ કેજરીવાલની સભામાં જનાર દલિત સમાજના એક વ્યક્તિને ભાજપના નેતાએ ગાળો ભાંડતા AAP નેતા ઈસુદાન ગઢવીએ આખી ભાજપને આડે હાથ લીધી છે. અમરેલીના તાલુકા પંચાયતના નેતાએ ગાળો ભાંડી હતી. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપના નેતાએ એક દલિત સમાજના ભાઈને બેફામ ગાળો બોલી, સાંભળીને રૂવાંટા ઉભા થઈ ગયા. AAP દલિત સમાજના અપમાન મુદ્દે અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ ફરિયાદ કરશે. એક દીકરીનું સરઘસ કાઢનાર નેતાઓ શું ભાજપના આ દલિત વિરોધી નેતાનું સરઘસ કાઢશે..?? ભાજપના આ નેતાનું સરઘસ કાઢવામાં નહીં આવે તો સાબિત થશે કે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત આખી ભાજપ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે.

વધુમાં તેમણે કહ્યું કે, આખી ભાજપ અને ભાજપના નેતાઓ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એ સાબિત થયું. દલિતો, આદિવાસીઓ, ખેડૂતોને ભાજપ ગુલામ સમજે છે. ખેડૂતો પર આટલો અત્યાચાર થયો છતાં ભાજપનો એક નેતા ખેડૂતોના પક્ષમાં એક શબ્દ બોલ્યો નહીં. અંગ્રેજો કરતાં પણ વધારે અહંકાર અને અત્યાચાર ભાજપના લોકો કરી રહ્યા છે. રાવણ જેવી માનસિકતા ધરાવતી ભાજપને હવે ગુજરાતની જનતા સહન નહીં કરે. દુર્યોધનની જેમ ભાજપ જનતાની આબરૂના લીરેલીરા ઉડાવી રહી છે.

આ પણ વાંચોJunagadh માં પ્રતીકાત્મક લીલી પરિક્રમાનો પ્રારંભ, શુભ મૂહૂર્તમાં અંદાજે 50 સાધુ સંતો નીકળ્યા પરિક્રમા પર

Read More

Trending Video