AAP Gujarat : રાજકોટથી અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ, જેલમાં બંધ ખેડૂતો અને AAP નેતાઓને ન મળવા દેતા સરકાર પર કર્યા પ્રહાર

December 9, 2025

AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં છે. આજે અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ AAP નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને મળવા રાજકોટ જેલમાં જવાના હતા. ગઈકાલે તેમણે એલાન પણ કર્યું હતું. અને આજે આ મામલે તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે, “ગુજરાત સરકારે મને જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી આપી નહીં.” આજે રાજકોટ સેન્ટ્રલ જેલમાં ખેડૂતો અને AAPનાં નેતાઓને મળવા જવાના હતા. પણ તેમને મળવા દેવામાં આવ્યા નહિ. હાલ આ મામલે તેમણે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં સરકાર પર પ્રહાર કર્યા છે.

અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું ?

અરવિંદ કેજરીવાલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આજે સવારે હું ખેડૂત નેતાઓ અને ખેડૂતોને મળવા પહોંચ્યો તો મને મળવા દેવામાં આવ્યો નહિ. મેં ગઈકાલે મંજૂરી લીધી છતાં આજે મને જેલમાં તેમને મળવા દેવામાં આવ્યો નહિ. હું કોઈ આતંકવાદી થોડી છું જો મને અમારા નેતાઓ અને ખેડૂતોને મળવા દેવામાં આવતા નથી. બે મહિના પહેલા હડદડમાં જે ઘટના બની. ગુજરાત અત્યારે ખેતીપ્રધાન રાજ્ય છે. આજે ગુજરાતમાં ખેડૂતો દુઃખી છે. ખાતર માટે લાઈનો લગાવવી પડે છે. કડદા પ્રથા સામે પડવું પડે છે. અને જયારે કડદા પ્રથા સામે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો, તો તેમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે, અને તેમની ધરપકડ કરવામાં આવે છે. અને ખોટા કેસો કરવામાં આવે છે. આજે રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ડ્રગ્સ વેચાય છે. અને તેના જ કારણે ગુજરાતનું યુવાધન અવળા રસ્તે વળી રહ્યું છે. અત્યારસુધી ગુજરાત પાસે વિકલ્પ નહોતા પણ હવે ભાજપ અને કોંગ્રેસ સિવાય તમને વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી તમારી સાથે છે, અને તમારે અમારી સાથે રહીને લડવાનું છે.

આ પણ વાંચોAhmedabad ના આ દંપતીના છૂટાછેડાનું કારણ જાણી તમે પણ ચોંકી જશો, સામાન્ય કારણ પણ 11 વર્ષના દામ્પત્યજીવનનો લાવી શકે છે અંત

Read More

Trending Video