AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં છે. આજે અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ AAP નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને મળવા રાજકોટ જેલમાં જવાના હતા. ગઈકાલે તેમણે એલાન પણ કર્યું હતું. અને આજે આ મામલે તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે, “ગુજરાત સરકારે મને જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી આપી નહીં.” આજે રાજકોટ સેન્ટ્રલ જેલમાં ખેડૂતો અને AAPનાં નેતાઓને મળવા જવાના હતા. પણ સવાલો અહીંયા એ ઉભા થાય છે કે, અંદાજે 3 મહિના પહેલા કડદા કાંડનો મામલો સામે આવ્યો હતો. અને છેક આજે જઈને અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ તેમના નેતાઓને મળવા પહોંચ્યા હતા. આટલા સમયમાં તેઓ આ પહેલા પણ ગુજરાત આવ્યા છે. છતાં તેમને પહેલા ત્યાં મળવા જવાનો સમય મળ્યો નહોતો.
गुजरात सरकार ने मुझे इनसे जेल में मिलने से इजाज़त देने से इनकार कर दिया। https://t.co/fM4AnMLpHh
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 9, 2025
આ પણ વાંચો : Ahmedabad માંથી 31 ડિસેમ્બર પહેલા ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો, એક અઠવાડિયામાં પોલીસ દ્વારા બે મોટી રેડ