AAP Gujarat : આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં ખુબ જ એક્ટિવ થઇ ગઈ છે. અને સતત અલગ અલગ જગ્યાઓ પર પહોંચી અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. હાલના સમયમાં ગુજરાત એ રાજકારણનું કેન્દ્ર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ છેલ્લા થોડા સમયમાં ગુજરાત મુલાકાતે સતત આવતા રહે છે. હાલ અરવિંદ કેજરીવાલ જયારે ગુજરાત મુલાકાતે છે ત્યારે રાજકોટમાં આજે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ કડદા કાંડ બાદ જે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી તેવા ખેડૂતોમાંથી જેમના જામીન મંજુર થઇ ગયા છે. તેમનું આજે રાજકોટમાં સન્માન કરવામાં આવ્યું હતું.
અરવિંદ કેજરીવાલે સરકાર પર પ્રહાર કરતા શું કહ્યું ?
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે હડદડના ખેડૂતોનું સન્માન કર્યું હતું. અરવિંદ કેજરીવાલે આ મામલે કહ્યું કે, હડદડનું આંદોલન “ભાજપ ગુજરાત છોડો” આંદોલન બની રહ્યું છે. કડદા પ્રથાના વિરોધમાં પોતાનો હક માંગનાર ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા. હડદડના ખેડૂતોએ ખુબ હિંમત બતાવી, તેમનાી સાથે આખો દેશ ઊભો છે. 2 વર્ષ પછી અમારી સરકાર બનશે ત્યારે ખેડૂતો પર કરાયેલા તમામ ખોટા કેસ રદ્દ કરીશું. જ્યાં સુધી એક-એક ખેડૂત જેલમાંથી બહાર નહિ આવે, ત્યાં સુધી અમે ચેનથી બેસવાના નથી.
Arvind Kejariwal એ હડદડકાંડના જેલમાંથી છૂટેલા ખેડૂતોને મળીને ભાજપને લીધી આડેહાથ #arvindkejariwal #botad #botadfarmers #farmers #farmersprotest #nirbhaynews pic.twitter.com/FwjAxI3qhs
— Nirbhaynews (@nirbhaynews1) December 8, 2025
સમગ્ર ગુજરાત તમારો સાથ આપશે અને ભાજપના વિરોધમાં ઊભા રહેશે, ભાજપને હટાવીને જ દમ લઈશું. નશા કારોબારીઓને જેલમાં નાખતા નથી, પરંતુ ખેડૂતોને જેલમાં નાખવામાં આવે છે. આ જ લોકો દારૂ વેચાવડાવે છે અને એના પૈસા તેમની જ પાર્ટીમાં જાય છે. મેં દિલ્હીમાં સારું કામ કર્યું તો મને પણ 6 મહિના જેલમાં મોકલી દીધો. મારા ઘરે રેડ પડી, પણ એક રૂપિયો પણ મળ્યો નહીં. દિલ્લીમાં સત્તા મેળવ્યા પછી આ લોકોએ હોસ્પિટલ બંધ કરી, મહોલ્લા ક્લિનિક બંધ કર્યા અને હવે સ્કૂલ પણ બંધ કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા જ્યારે ભાજપની નિષ્ફળતાઓ ગણાવી રહ્યા હતા ત્યારે એક કોંગ્રેસીએ આવીને તેમના પર જૂતું ફેંક્યું. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એક જ સિક્કાની બે બાજુ છે.