AAP Gujarat : ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી ન્યાય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજના હક, અધિકારો અને ન્યાયની લડાઈને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલા આ મહાસંમેલનમાં AAPના દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો-સમર્થકો ઉપસ્થિત રહ્યા છે.
આદિવાસી ન્યાય યાત્રા બાદ મહાસંમેલન
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં શરૂ કરવામાં આવેલી આદિવાસી ન્યાય યાત્રાના સમાપન બાદ ગાંધીનગરમાં આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવાના નેતૃત્વમાં ઓક્ટોબર મહિનામાં ઉમરગામથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા દરમિયાન આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો, હક અને અધિકારોને લઈને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 3 નવેમ્બરના રોજ અંબાજી ખાતે યાત્રાનું સમાપન થયું હતું.
Gopal Italia એ જુઓ ચૈતર વસાવાના સમર્થનમાં ભાજપ પર પ્રહાર કરીને લગાવ્યા આરોપ!
#GopalItalia #Gandhinagar #Viralvideo #Nirbhaynews #AAPGujarat @Gopal_Italia @AAPGujarat https://t.co/gGZZFV8lxo
— Nirbhaynews (@nirbhaynews1) November 4, 2026
AAPના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ
મહાસંમેલનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવા પણ મહાસંમેલનમાં જોડાયા છે. ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા અને વર્ષાબેન વસાવાની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું છે.
આદિવાસી સમાજના પ્રશ્નો બનશે સંબોધનનું કેન્દ્ર
મહાસંમેલનમાં આદિવાસી સમાજના હક, અધિકારો, સામાજિક ન્યાય અને વિવિધ પડતર પ્રશ્નોને લઈને નેતાઓ દ્વારા સંબોધન કરવામાં આવશે. આદિવાસી સમાજની માંગણીઓને રાજકીય અને સામાજિક સ્તરે વધુ મજબૂત રીતે રજૂ કરવાનો પ્રયાસ આ સંમેલનના કેન્દ્રમાં છે.
Yuvrajsinh Jadeja એ ચૈતર વસાવાના સમર્થનમાં ગાંધીનગરમાં ભાજપને લલકારી!
#YuvrajsinhJadeja #ChaitarVasava #Viralvideo #Nirbhaynews #Gujarat #AadiwasiNyayYatra @YAJadeja @AAPGujarat https://t.co/ZqriQpB1h0
— Nirbhaynews (@nirbhaynews1) November 4, 2026
કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ
આદિવાસી ન્યાય યાત્રા બાદ યોજાયેલા આ મહાસંમેલનને લઈને AAPના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે આ મહાસંમેલનના માધ્યમથી આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને પાર્ટી કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.
Chaitar Vasava નો જેલનો બદલો “2027 માં ભાજપને જળ મૂળ
માંથી ઉખાડી ફેંકીશું” | Nirbhay news#Gandhinagar #AadiwasiNyayYatra #ViralVideo #ChaitarVasava #nirbhaynews #Congress https://t.co/YU4zmBkbL6
— Nirbhaynews (@nirbhaynews1) November 4, 2026
આ પણ વાંચો : Agniveer ને લઈને સરકારનો મોટો નિર્ણય, 25 ટકા અગ્નિવીરો નિયમિત સૈનિક બનશે, તેમની સેવાનો કાર્યકાળ પણ વધશે