AAP Gujarat : પાલનપુરમાં યોજાઈ AAPની કિસાન મહાપંચાયત, દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે ફરી એકવાર બોલ્યા ગોપાલ ઇટાલિયા

November 30, 2025

AAP Gujarat : આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત સરકાર સામે વિરોધ કરી રહી છે. અને અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત યોજી રહી છે. ત્યારે હવે આજે બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે આજે ફરી આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને AAP નેતા મનોજ સોરઠીયા આ સભામાં પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતો મામલે ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. સાથે જ આ મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આ મહાપંચાયતમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પટ્ટા ઉતારવાવાળા નિવેદન મામલે વાત કરી હતી.

ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું ?

ગુજરાતમાં હાલ દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે પોલીસના પટ્ટા ઉતારવાવાળા નિવેદન પર રાજકારણ સખ્ત ગરમાયુ છે. અને આ મામલે ફરી એકવાર ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે, ડ્રગ્સનો મુદ્દો છે ઈ ગુજરાતનો અત્યંત ગંભીર મુદ્દો છે. ડ્રગ્સની સમસ્યા એ કોઈ પાર્ટીની સમસ્યા કે કોઈ જ્ઞાતિની સમસ્યા નથી. તમામ માણસોની સામુહિક સમસ્યા છે. જીગ્નેશભાઈએ સૌથી પહેલા અહીંયા વાવ- થરાદ હેડક્વાર્ટર ઉપર જ્યારે ડ્રગ્સના મુદ્દા ઉપર નિવેદન આપ્યું, તો અમે પાર્ટીબાજીમાં પડ્યા વગર, સમાજનો મુદ્દો હોવાના નાતે જીગ્નેશભાઈને આમ આદમી પાર્ટીના બધા નેતાઓએ ખુલ્લું સમર્થન આપ્યું. જ્યારે અમે સમર્થન આપ્યું, મુદ્દો સમાજને લગતો મુદ્દો છે, આમ જનતાનો મુદ્દો છે, એટલે અમે એમાં જોડાયા, પણ ભાજપે આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે થઈ અને અલગ અલગ રીતે પોલીસના નાના કર્મચારીઓને દબાવી, એમના પરિવારોને દબાવી, ધમકાવી અને સામે કરવાની કોશિશ કરી. હું પોતે પોલીસમાં કોન્સ્ટેબલ હતો. પોલીસનો પટ્ટો એ કમર ઉપર પહેરવા આપેલો છે. જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી એની ઈજ્જત છે, માન છે, સન્માન છે. પણ કોઈ કમરેથી પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે અને ટોમી બની જાય તો શું કરવું?

આ પણ વાંચોAAP Gujarat : બનાસકાંઠાના પાલનપુરમાં યોજાઈ AAPની કિસાન મહાપંચાયત, ઈસુદાન ગઢવીના સરકાર પર જોરદાર પ્રહાર

Read More

Trending Video