AAP Gujarat : બનાસકાંઠાના પાલનપુરમાં યોજાઈ AAPની કિસાન મહાપંચાયત, ઈસુદાન ગઢવીના સરકાર પર જોરદાર પ્રહાર

November 30, 2025

AAP Gujarat : આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત સરકાર સામે વિરોધ કરી રહી છે. અને અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત યોજી રહી છે. ત્યારે હવે આજે બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે આજે ફરી આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને AAP નેતા મનોજ સોરઠીયા આ સભામાં પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતો મામલે ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. સાથે જ આ મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ઈસુદાન ગઢવીએ શું કહ્યું ?

ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર સામે પ્રહાર કરતા ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે. ખેડૂતોને કડદાથી લઈ અને ટેકાના ભાવમાં લૂંટવામાં આવી રહ્યા છે. જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ એક મહિના સુધી આ કેમ્પેઈન ચલાવવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે અમે દ્વારકા, ગીર સોમનાથ, આણંદ અને આજે બનાસકાંઠામાં મહાપંચાયતનું યોજી છે અને ખેડૂતોના જે 10 માંગણીઓ છે એ માંગણીઓને લઈને અમે નીકળ્યા છીએ, એના ભાગરૂપે આજે અહીંયા કિસાન મહાપંચાયત હશે. અમે દરેક ખેડૂતોને, પશુપાલકોને, ભાગીયાઓને, શ્રમિકોને અને મજૂરોને કહેવા માંગીએ છીએ કે, 30 વર્ષ થયા આપણે ભાજપને મત આપીએ છીએ. આપણે ભાજપે શું આપ્યું?

વધુમાં તેમણે કહ્યું કે, અમેરિકાની સરકાર જો ખેડૂતોને 54 લાખ રૂપિયા સબસિડી વર્ષે આપતી હોય અને એ જ અમેરિકાની સરકાર ટ્રમ્પ આપણા નરેન્દ્રભાઈને એમ કહે કે તમે ખેડૂતોની સબસિડીઓ બંધ કરી દો અને આપણે ખાતર, બિયારણ, આમાં બધામાં જે સબસિડીઓ મળતી હતી એ નરેન્દ્રભાઈએ એના દબાવમાં બંધ કરી. એમણે ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી અને કપાસના ભાવ જે તળિયે લઈ ગયા અમેરિકાના દબાણમાં, એ બધા મુદ્દાને લઈને અમે ખેડૂતોને જાગૃત કરવા નીકળ્યા છીએ. ખેડૂતોને કહીએ છીએ કે હવે સમય પાકી ગયો છે આપણે સૌ એક થઈએ.

આ પણ વાંચોDelhi માં સર્વપક્ષીય બેઠક પૂર્ણ, SIR અને દિલ્હી વિસ્ફોટો પર ગરમાગરમ ચર્ચા; શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ થશે

Read More

Trending Video