AAP Gujarat : ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા AAPનો શંખનાદ, બોરીજ ગામે 2 ઓક્ટોબરે વિશાળ જનસભા, પ્રવીણ રામે કર્યું આહવાન

October 1, 2026

AAP Gujarat : ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી હોવાનો દાવો કર્યો છે. AAPના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે વીડિયો સંદેશ દ્વારા જાહેરાત કરી છે કે પાર્ટી દ્વારા 2 ઓક્ટોબરે બોરીજ ગામ ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ડોર ટુ ડોર અભિયાનનો દાવો

પ્રવીણ રામના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મનપા ચૂંટણી માટે છેલ્લા કેટલાક સમયથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી દ્વારા ડોર ટુ ડોર અભિયાન પણ ચાલી રહ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે. બોરીજ ગામની જનસભા સાથે ચૂંટણી માટેના જાહેર કાર્યક્રમોને વધુ વેગ આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે.

AAPના ટોચના નેતાઓ રહેશે ઉપસ્થિત

પ્રવીણ રામના જણાવ્યા મુજબ, 2 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે ખાંટવાસ, બોરીજ ગામ ખાતે આવેલા શ્રી સધીમાં મંદિર ખાતે જનસભા યોજાશે. સભામાં AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિતના નેતાઓ, સંભવિત ઉમેદવારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

ખેડૂતોની માંગને લઈને સભામાં મુદ્દો ઉઠાવાશે

જનસભામાં ખેડૂતોની વિવિધ સમસ્યાઓને લઈને રજૂઆત કરવામાં આવશે. ખાસ કરીને ખેડૂતોના વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવાની માંગણી સભા દરમિયાન કરવામાં આવશે તેમ પ્રવીણ રામે જણાવ્યું છે.

મોટી સંખ્યામાં લોકો જોડાવા અપીલ

AAP નેતાએ ગાંધીનગરના નાગરિકો અને બોરીજ ગામના ગ્રામજનોને જનસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે. ગાંધીનગર મનપા ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાનારી આ સભા દ્વારા પાર્ટી પોતાના સંગઠન અને આગામી રાજકીય કાર્યક્રમોને જાહેર કરશે.

આ પણ વાંચો : Smit Machchhar : મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી પાયલટને વિશેષ સન્માન, ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી કરવામાં આવશે સન્માનિત

Read More

Trending Video