AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસમાં વરસાદે વિનાશ વેર્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે લોકોને ભારે નુકશાન પણ થયું છે. પરંતુ લકો બોલે કે ન બોલે પણ નેતાઓ આ મામલે બોલવા આગળ આવી જાય છે. પરંતુ જયારે લોકોની મદદ કરવાની વાત આવે ત્યારે કેમ પોતાના ઘરની અંદર ઉંદરની જેમ પુરાઈ જાય છે. વરસતા વરસાદે તો ક્યાંક નેતાઓ જો પહોંચ્યા હોટ તો તેમની કદાચ આ બધી વાતો વ્યાજબી પણ લાગે. આવું જ કંઈક હવે AAPના પ્રદેશ મહામંત્રી ખેડૂતોને નુક્શાનીનું વળતર અપાવવા મેદાને આવ્યા છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ જણાવ્યું હતું કે, 18 થી 23 જુલાઈ દરમિયાન પડેલા વરસાદ માટે સરકારે એક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. સરકારે ફરી એક વાર જૂનું પુરાણું એસ ડી આર એફનું પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજમાં જે ખેડૂતોને 33 ટકાથી વધારે નુકસાન થયું હશે તેમને 11 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. જો કોઈને સો ટકા નુકસાન હશે તો પણ આ જ રકમ ચૂકવવામાં આવશે. વધુમાં વધુ એક હેક્ટરે 11 હજાર ચૂકવવામાં આવશે અને બે હેક્ટરની મર્યાદા છે મતલબ કે એક ખેડૂતને વધુમાં વધુ 22,000 ચૂકવવામાં આવશે આનાથી વધુ સરકાર કંઈ આપશે નહીં. જ્યાં બાગાયતીનું નુકસાન થયું છે, આખે આખા ઝાડ ઉખળી ગયા ગયા હોય તેવા કેસોમાં 17000 રૂપિયા એસ ડી આર એફના અને 5000 રૂપિયા સરકાર તરફથી મળીને કુલ બાવીસ હજાર મળશે તેમાં પણ બે હેક્ટરની મર્યાદા છે. જો કોઈનો આખે આખો બગીચો ખલાસ થઈ ગયો હશે, તેને પણ 44,000થી વધુ સહાય મળશે નહીં.
જો કોઈનું જમીન ધોવાણ થયું હશે તો તેને શું વળતર આપવામાં આવશે તેની કોઈ વાત કરવામાં આવી નથી. જો કોઈને પશુ હાની થઈ હોય તો તેનો પણ કોઈ ઉલ્લેખ નથી. હાલ જે ભારે વરસાદ ચાલી રહ્યો છે તેનો સર્વે ક્યારે થશે તેની કોઈ જાણકારી નથી, તેનો જીઆર ક્યારે બહાર પડશે તેની પણ કોઈ જાણકારી નથી. અમારી સરકાર સમક્ષ અપીલ છે કે જુના જીઆરમાં અને હવે નવો જે પણ પરિપત્ર સરકાર બહાર પાડે તેમાં જમીન ધોવાણના વળતરનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે. અને સરકારે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કે સરકારે ફક્ત જાહેરાત કરવા માટે જાહેર કરી હતી તેની ફાઈલ સરકાર ખોલે અને આ સહાય યોજનાને અમલમાં મૂકે તે જરૂરી છે. જો આજની ગંભીર પરિસ્થિતિમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કામ નહીં આવે તો આ યોજના શેના માટે જાહેર કરી હતી તેનો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી જવાબ આપે.
આ પણ વાંચો : Paralympic 2024 : પેરા શૂટર અવની લેખરાએ ઈતિહાસ રચ્યો, ગોલ્ડ મેડલ મેળવ્યો, મોનાએ બ્રોન્ઝ મેળવ્યો