AAP Gujarat : આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત સરકાર સામે વિરોધ કરી રહી છે. અને અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત યોજી રહી છે. ત્યારે હવે આજે બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે આજે ફરી આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને AAP નેતા મનોજ સોરઠીયા આ સભામાં પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતો મામલે ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. સાથે જ આ મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આ સાથે જ હવે મહાપંચાયતમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજુ કરપડા મામલે વાત કરી હતી અને સાથે જ ખેડૂતોના મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી.
Chaitar Vasava : ગૃહ મંત્રીના કહેવા પર બોટાદના ખેડૂતો પર લાઠીચાર્જ કર્યા | Nirbhaynews #ChaitarVasava #botad #farmer #harshsanghvi #bjpgujarat #viralvideo #gopalitalia #aap #Gujarat #Nirbhaynews pic.twitter.com/mKausF9N8f
— Nirbhaynews (@nirbhaynews1) November 30, 2025
ચૈતર વસાવાએ શું કહ્યું ?
ચૈતર વસાવાએ સરકાર સામે હુંકાર ભર્યો હતો. અને કહ્યું હતું કે, બનાસકાંઠાનું કમલમ તમે જોયું છે ને, કરોડોના ખર્ચે ભાજપના કાર્યાલય તૈયાર કરવામાં આવે છે. અને હીયત ખેડૂતોની સહાય પહોંચાડવામાં ધાંધિયા છે. અમને દરેક રીતે પોતાની પાર્ટીમાં જોડાવવા માટે દબાણ કરવામાં આવ્યું છે. પણ અમે આ ભાજપમાં જોડાવવાના નથી. અમે આંદોલનમાંથી તૈયાર થયેલી પાર્ટી છીએ તો ભાજપમાં જવાનો કે મનસુખ વસાવા સાથે જોડાવવાનો તો સવાલ જ આવતો નથી.
આ પણ વાંચો : AAP Gujarat : પાલનપુરમાં યોજાઈ AAPની કિસાન મહાપંચાયત, દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે ફરી એકવાર બોલ્યા ગોપાલ ઇટાલિયા