AAP Gujarat : આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે પોતાના મૂળિયા ઊંડા કરવા એકજૂટ થઇ ગઈ છે. વિસાવદરમાં જીત બાદ સતત આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. અને જાણે ફરી એક વખત આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સાથે જ એક મોટી ચુનૌતી એ છે કે ચૈતર વસાવા અત્યારે લાફાકાંડમાં જેલમાં છે. તેમને જામીન પણ મળી રહ્યા નથી. અને તેના જ કારણે આજે દેડિયાપાડામાં એક જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ જનસભામ અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સહીત ગુજરાતના દિગ્ગજ AAP નેતાઓ પહોંચ્યા છે. અને સાથે જ આ જંગી જનસભામાં ચૈતર વસાવાના સમર્થકો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે. અને ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવાનું આહવાન કર્યું છે. જનસભામાં ભાજપ સરકાર પર મોટા પાયે પ્રહાર કરવામાં આવ્યા છે.
Dediyapada : દેવેન્દ્ર વસાવાએ ચૈતર વસાવા માટે લડવા સમાજને આદિવાસી અંદાજમાં આહ્વાન કર્યું#chaitarvasava #dediyapada #Viralvideo #DevendraVasava #ArvindKejriwal pic.twitter.com/iMXbzZIzVa
— Nirbhaynews (@nirbhaynews1) July 24, 2025