AAP Gujarat : છોટા ઉદેપુરના કવાંટમાં નદી પરના બ્રિજમાં મસમોટું ગાબડું, AAP નેતા રાધિકા રાઠવાએ સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

November 24, 2025

AAP Gujarat : ગુજરાતમાં સરકાર હંમેશા વિકાસની મોટી મોટી વાતો કરે છે. સરકારની વિકાસની વાતો ક્યાંક હવે પોકળ સાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ સરકાર આદિવાસીઓને આગળ લાવવાની વાત કરે છે. અને એજ આદિવાસી વિસ્તારમાં સુવિધાઓ આપતા કેમ પગ પાછો પડે છે ? એક સામાન્ય બ્રિજ કે સારા પાકા રસ્તાઓની સુવિધાઓનો પણ અધિકાર નથી ? ત્યારે આવી જ એક ઘટના છોટા ઉદેપુરમાંથી સામે આવી છે. જ્યાં કરા નદી પર આવેલો ઓવરબ્રિજમાં આજે ખુબ જ મોટા ગાબડાં પડી ગયા છતાં કોઈ સરકારના કોઈ મંત્રીઓ કે નેતાઓને આ મામલો દેખાતો નથી. અને તેના જ કારણે હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ બ્રિજ પર જઈને અનોખો વિરોધ નોંધાવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પાસે કરા નદી ઉપર 55 વર્ષ જૂનો બ્રિજ આવેલો છે આ બ્રિજ માં ગાબડું પડ્યું છે. અને પેરાફિટમાં વાંસ બાંધેલા છે વર્ષોથી નવા પુલની માંગણી કરવામાં આવે છે. પરંતુ સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ પુલ નવો બનાવવા માટે કામગીરીના હાથ ધરતા રોષે ભરાયેલા આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના લોકો તંત્રને જગાડવા માટે અનોખો વિરોધ કર્યો હતો. હાલ આ બિસ્માર પુલના કારણે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાઈ તો કોની જવાબદારી અધિકારીઓ જોવા માટે આવતા નથી જેને લઈને રામધૂન બોલાવીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે.

રાધિકા રાઠવાએ આ મામલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ પુલ ઉપરથી ભારદારી વાહનો પસાર થાય છે. અને પુલ જર્જરિત છે અનેક વખત પુલ રિપેર કરવા અને નવો પુલ બનાવવા રજૂઆત કરવામાં આવી છે. સાંસદ અને ધારાસભ્ય ભાજપના નેતાઓ આ પુલ ઉપરથી પસાર થાય છે છતાં તેઓને દેખાતું નથી.

આ પણ વાંચોJignesh Mevani ના વાણી વિલાસથી પોલીસ પરિવારોમાં રોષ, બનાસકાંઠા સહીત અનેક જગ્યાએ ભારે વિરોધ

Read More

Trending Video