Surat: સુરતના વરાછા વિસ્તારમાં રહેતા આમ આદમી પાર્ટીના કાઉન્સિલર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગી હોવાની ઘટના સામે આાવીછે આ આગની દુર્ઘટનામાં AAP કાઉન્સિલરના 17 વર્ષિય પુત્રનું મોત નિપજ્યું છે. આપ કોર્પોરેટરના 17 વર્ષિય પુત્રનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
AAP કોર્પોરેટરના ઘરમાં ભીષણ આગ
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરાછામાં રહેતા આપ કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ત્યારે પરિવારના સભ્યોએ ધુમાડાના ઘોટા જોતા જ ઘરના ધાબે જઈ બાજુના ઘરે જવાનો પ્રયત્ન કર્યો, જેમાં ઘરના 6 સભ્યો કુદીને બચવામાં સફળ રહ્યા, પરંતુ ઘરમાં 17 વર્ષિય પુત્ર ફસાઈ ગયો હતો જેના કારણે તેનું મોત નિપજ્યું છે.
AAP કોર્પોરેટરના 17 વર્ષીય પુત્રનું મોત
આ ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડને ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો. જેમાં ફાયરની ટીમને ઘરમાંથી 17 વર્ષના પુત્ર મળી આવ્યો જેને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા પરંતુ તેનું રસ્તામાંજ મોત નિપજ્યું હતું.
પુત્ર 12માં અભ્યાસ કરતો હતો
જાણકારી મુજબ આપ કાઉન્સિલર જીતુભાઈ કાછડિયાને બે પુત્રો છે, મોટો દીકરો ધંધો કરે છે, જ્યારે નાનો ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. 17 વર્ષિય પ્રિન્સ 12 ધોરણની બોર્ડની પરીક્ષા આપે તે પહેલા જ તેનું તે મોતને ભેટમાં પરિવારા શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો : કુવરજી બાવળીયા લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી ખસી ગયા,જાણો હવે ભાજપ કોને ઉતારી શકે છે મેદાનમાં