Aamir Khan : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ, અભિનેતા આમિર ખાન બન્યા મુખ્ય મહેમાન

January 26, 2025

Aamir Khan : આજે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતાનગર ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં બૉલીવુડ અભિનેતા આમિર ખાન પણ પહોંચ્યા હતા. આમિર ખાન સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ અભિભૂત થઇ ગયા હતા. આ સાથે જ તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલ અર્પણ કરી વંદન પણ કર્યા હતા. આ સાથે જ કાર્યક્રમ બાદ તેમણે દરેક જગ્યાની મુલાકાત પણ લીધી હતી.

આ સાથે જ આમિર ખાને કહ્યું હતું કે, આવી વિશાળ પ્રતિમાનું સ્વપ્ન સાકાર કરવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. આ પ્રતિમાને પહેલી વખત જોઇ ત્યારે રોમાંચિત થઇ ગયો અને મારા રૂંવાટા ઊભા થઇ ગયા. દેશનાં દરેક વ્યક્તિએ આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. મારા દાદા મૌલાના આઝાદ પણ એક સ્વાતંત્ર્ય સેનાની હતા. આઝાદી માટે દેશનાં નાગરિકોએ કેવા સંઘર્ષો કર્યા, તેનો ખ્યાલ આ પરિસરની મુલાકાતથી આવી શકે છે. હું મારા બાળકોને લઇ ફરી અહીં આવીશ.

Amir Khan Amir Khan Amir Khan Amir Khan

આ પણ વાંચોDaman : દમણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સાંસદને જ આમંત્રણ ના આપ્યું, અધિકારીઓને ખખડાવતો સાંસદનો વિડીયો વાયરલ

Read More

Trending Video