“જેલના તાળા ટૂટશે અને કેજરીવાલ છૂટશે….” Manish Sisodia ના ભાજપ પર આકરા પ્રહારો

August 10, 2024

Manish Sisodia News: આમ આદમી પાર્ટીના (AAP) વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) જેલમાંથી બહાર આવ્યા છે. કથિત દારૂ કૌભાંડ કેસમાં (liquor scam case) તેઓ 17 મહિના જેલમાં હતા. ત્યારે મનીષ સિસોદિયાએ તેમની મુક્તિ પછી શનિવારે આમ આદમી પાર્ટી (AAP) કાર્યાલયમાં કાર્યકરોને સંબોધિત કરી હતી. આ દરમિયાન બીજેપી (BJP) પર પ્રહાર કરતા સિસોદિયાએ કહ્યું કે,”જો દુનિયાની તમામ શક્તિઓ એક સાથે આવી જાય તો પણ તે સત્યને હરાવી શકે નહીં.”

અરવિંદ કેજરીવાલની જેલ મુક્તી પર મનીષ સિસોદિયાનું નિવેદન

સિસોદિયાએ કહ્યું, “બજરંગબલીની કૃપાથી જ મને 17 મહિના પછી મુક્ત કરવામાં આવ્યો. સફળતાનો એક જ મંત્ર છે. આપણે દિલ્હીના દરેક બાળક માટે એક અદ્ભુત શાળા બનાવવી પડશે. અમે રથના ઘોડા છીએ. આપણો સાચો સારથિ જેલમાં છે અને તે બહાર આવશે. જેલના તાળા ટૂટશે અને કેજરીવાલ છૂટશે”

મનીષ સિસોદિયાના ભાજપ પર આકરા પ્રહારો

વધુમાં મનીષ સિસોદિયાએ કહ્યું, ” કેજરીવાલનું નામ સમગ્ર દેશમાં ઈમાનદારીનું પ્રતિક બની ગયું હતું એટલા માટે તેમને ફસાવવામાં આવ્ય. પોતાને વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાવતી ભાજપ એક પણ રાજ્યમાં સાબિત કરી શકી નથી કે તેના એક રાજ્યમાં ઈમાનદારીથી કામ થઈ રહ્યું છે.

મારી પર ગંભીર કલમો લાદવાનો પ્રયાસ થયો  : Manish Sisodia

સિસોદિયાએ આગળ કહ્યું, “ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં તેઓએ મારા પર, સંજય સિંહ પર એવી કલમો લાદવાનો ખૂબ પ્રયાસ કર્યો કે જે આતંકવાદીઓ અને ડ્રગ માફિયાઓ પર લાદવામાં આવે છે જેથી અમે જેલમાં રહીએ. પરંતુ તમારા આંસુની અસર એવી થઈ કે જેલના તાળા ઓગળી ગયા. બજરંગ બલિના આશીર્વાદથી જ હું આજે તમારી સામે છું.આજે પંડિતજીએ બજરંગ બલી વતી આશીર્વાદ આપ્યા કે તેઓ વિજયી થાય.

વકીલ અભિષેક મનુ સિંઘવીનો આભાર વ્યક્ત કર્યો

મનીષ સિસોદિયાએ કહ્યું કે, ભાજપ પાસે માત્ર એક જ નિપુણતા છે તે છે નેતાઓને તોડવા, જુદી-જુદી સજાઓ આપીને જેલમાં મોકલવા, તેમના પર હુમલા કરવા, પરંતુ આમ છતાં દરેક વ્યક્તિ અડગ રહીને ન તો તૂટ્યો કે ન નમ્યો. વકીલ અભિષેક મનુ સિંઘવીનો આભાર વ્યક્ત કરતા સિસોદિયાએ કહ્યું, “હું તેમનો આભાર માનવા માંગુ છું, જેમણે ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો.”

નાગરિકોને કરી અપીલ

સિસોદિયાએ કહ્યું કે મને કહેવામાં આવ્યું હતું કે જો તમે 17 મહિના પછી જેલમાંથી આવ્યા છો તો થોડા દિવસની રજા લો. મેં કહ્યું કે હું રજાઓ મનાવવા નથી આવ્યો, લોહી અને પરસેવો રેડવા આવ્યો છું. અમે ભાજપની જમાનત જપ્ત કરીશું. ભાજપના લોકો શોધતા રહેશે કે વોટ ક્યાં ગયા. તેની શરૂઆત આજથી જ કરવી પડશે. દિલ્હી, હરિયાણા અને દેશના દરેક નાગરિકે ભાગ લેવો પડશે. સરમુખત્યારશાહી સામેની લડાઈ માત્ર AAPના કાર્યકરોની જ નહીં પરંતુ દેશના દરેક સામાન્ય માણસની છે.

આ પણ વાંચો :  Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, આજે આ વિસ્તારોમાં એલર્ટ

Read More

Trending Video