પત્રકારત્વમાંથી રાજનીતિમાં ગયેલા ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) રાજનીતિમાંથી (Politics) સંન્યાસ લઈ રહ્યાં છે? તેમણે કરેલા ટ્વીટથી ચર્ચા તેજ થઈ છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના (AAP Gujarat) પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પત્રકાર તરીકે ફરી જોવા મળી શકે છે. રાજકીય પાર્ટીનો મુખ્ય ચહેરો હવે પત્રકારની સીટ ઉપર બેસીને ફરી લોકોના પ્રશ્નોને વાચા આપતો કાર્યક્રમ કરશે તેવી વાત સામે આવી રહી છે.
બેવડી ભૂમિકા
નિર્ભય ન્યૂઝનના (Nirbhay News) ગોપી ઘાંઘર (Gopi Ghanghar) સાથેની વાતચીતમાં તેમણે સુચક નિવેદન આપ્યું કે તેઓ બેવડી ભૂમિકામાં જોવા મળશે. અગાઉ તેઓ ગુજરાતના (Gujarat) જુદાં-જુદાં માધ્યમોમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા હતા અને મહામંથન નામના પ્રાઈમ ટાઈમ શૉથી તેઓ ઘર ઘરમાં પ્રચલિત થયાં હતા.
ટાઈગર બે ડગલા પાછળ ભર્યા હોય તો લોકો એવું વિચારતા થઇ ગયા હોય કે ટાઇગર ડરી ગયો છે ! કદાચ એમને એ અંદાજ નહીં હોય કે ટાઇગર બે ડગલાં પાછળ ભરે તો સમજવું કે એ વધુ જોમ અને જુસ્સા સાથે હુમલો કરવાની પેરવી માં પણ હોય !
ટાઇગર અભી જિંદા હૈ ! #IsudanGadhvi
— Isudan Gadhvi (@isudan_gadhvi) October 25, 2023
અટકળો શરૂ
આમ આદમી પાર્ટીના નેતાના ટ્વીટ બાદ ફરી અટકળો શરૂ થઈ છે કે તેઓ પત્રકારત્વ ક્ષેત્ર ફરી ઝંપલાવી શકે છે. એક એવી પણ ચર્ચા છે કે તેઓ ગુજરાતની સ્થાનિક ન્યૂઝ ચેનલ GSTV સાથે જોડાયને મહામંથન જેવો કોઈ કાર્યક્રમ શરૂ કરે. પત્રકારત્વમાંથી રાજનીતિ ગયેલી ઈસુદાને ફરી પત્રકારત્વ તરફ પ્રયાણ કર્યું છે.