ગુજરાતમાં (Gujarat) GPCB દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ (plastic use) સામે જનજાગૃતિની અનોખી પહેલ (public awareness) શરુ કરવામા આવી છે. આ પહેલ અંતર્ગત 2 મહિનામાં 9500થી વધુ બોટલનું રિસાઇક્લિંગ કરવામાં આવ્યું છે. આ માટે ગુજરાત રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહત્વના મંદિરોમાં કાપડની થેલી માટે એટીએમ મશીન મુકવામાં આવ્યા છે. આ સાથે સાત મુખ્ય એસ.ટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડીંગ મશીન પણ મુકવામાં આવ્યા છે. આ પહેલને વધુ આગળ લઇ જવા માટે આગામી એક મહિનામાં અમુલ પાર્લરના 250 આઉટલેટ ઉપર આ પ્રકારના મશીન મુકવામાં આવશે.
મહત્વના મંદિરોમાં કાપડની થેલી માટે એટીએમ મશીનલ મુકાયા
અત્યારે રાજ્યના મહત્વના મંદિરો જેમ કે અંબાજી , સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર, તથા ઇસ્કોન મંદિર પર 14 મશીન મુકવામાં આવ્યા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે. આ મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો QR કોડ સ્કેન કરીને થેલી મેળવી શકાય છે. મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો તરફથી આ પહેલ અંગે સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને 60 દિવસમાં 5 હજારથી વધુ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મેં શતરંજ કા શોખીન નહીં થા, ઈસલીયે ધોખા ખા ગયા.. RJDના દિગ્ગજ નેતા Shyam Rajak એ શાયરાના અંદાજમાં આપ્યું રાજીનામું