Amreli : ચાલુ છકડાએ ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, અરેરાટી ભર્યા દ્રશ્યો CCTV માં કેદ, જુઓ Video

બાબરા અમરેલી હાઇવે પર બનેલ હાર્ટ એટેકની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેનો વીડિયો સામે આવ્યો છે

October 19, 2023

રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આજ કાલ લોકો હાલતા ચાલતા, ગરબા રમતા, કે કોઈ પણ કામ કરતા કરતા હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે ત્યારે રાજ્યમાંથી હાર્ટ એટેકનો આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમરેલીમાં ચાલુ છકડાએ ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો છે.

ચાલુ રીક્ષાએ ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક

પ્રાપ્ત વિગતો મુજબ બાબરા-અમરેલી હાઈવે પર લુણકી ગામના ઓઘડભાઈ મુંધવા ( ઉં.મ 46 વર્ષ) છકડો રીક્ષા લઈને પેસેન્જર ભરીને લુણકીથી બાબરા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ચાલુ છકડાએ જ ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી ડ્રાઈવર ચાલુ છકડાએ જ ઢળી પડ્યો હતો. જેથી છકડામાં બેઠેલા લોકોનો જીવ તાળવે ચોંટ્યા હતા, જો કે તમામ પેસેન્જરનો ચમત્કારિક થયો હતો. રીક્ષામાં ત્રણથી વધારે પેસેન્જર પણ હતા.

ઘટનાના CCTV આવ્યા સામે

બાબરા અમરેલી હાઇવે પર બનેલ હાર્ટ એટેકની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ચાલું છકડાએ ડ્રાઈવરને રિક્ષામાં હાર્ટ એટેક આવતા રીક્ષા ખાળીયામાં ઉતરી ગઈ હતી. જ્યારે ડ્રાઈવર રોડ પર જ ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો અહીં એકઠા થઈ ગયા હતા, અને રીક્ષા ચાલકને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Read More

Trending Video