રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જર્જરીત ઇમારત ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ક્યાંકની ક્યાંક તંત્રની બેદરકારી પણ સામે આવતી હોય છે. જેના કારણે કેટલીક વાર નિર્દોષ લોકો ભોગ બનવું પડતુ હોય છે. ત્યારે આજે ભુજમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ભુજના ભાવેશ્વરનગરમાં આવેલી અજાણી ટાવર્સ ઇમારતમાં એકાએક સ્લેબ ધરાશાયી થયો હતો, જેના કારણે લોકોના જીવ તાળવે ચોંડ્યા હતા.
ભાવેશ્વરનગરમાં ઇમારતનો સ્બેલ ધરાશાયી
પ્રાપ્ત જાણકારી મુજબ ભુજના ભાવેશ્વરનગરમાં આવેલી અજાણી ટાવર્સ ઇમારતમાં વહેલી સવારે મસમોટી સ્લેબ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. સ્લેબ ધરાશાયી થતા ભાવેશ્વરનગર આસપાસ વિસ્તારના લોકોને ઇમારત નીચેથી પસાર થવામાં હાલાકી પડી રહી છે. વહીવટીતંત્રની ઘોર બેદરકારીના કારણે લોકોના જીવ તાડવે ચોંટ્યા છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. પરંતુ ઈમારત જુની અને જર્જરિત હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
તંત્રની બેદરકારી
ભુજમાં ભયજનક સ્થિતિમાં રહેલી અનેક ઈમારતો છે જે ગમે ત્યારે મોટી જાનહાન સર્જી શકે તેમ છે પરંતુ આ મામલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોને આવી ઈમારત નીચેથી પસાર થતા પણ બીક લાગતી હોય છે. ત્યારે તંત્ર આ મામલે જલ્દી કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે.