આ નવરાત્રીમાં PM Modi નો લખેલો ‘ગરબો’ ધૂમ મચાવશે, PM MODI એ શેયર કર્યો Video

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ આ ગરબા ગીત વર્ષો પહેલા લખ્યું હતું. અને આ નવરાત્રિના પર્વ પર આ ગીતનો વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે.

October 14, 2023

આવતી કાલથી નવલી નવરાત્રીની શરુ થઈ રહી છે. ત્યારે આ નવરાત્રી પહેલા એટલે કે આજે PM Modi મોદી દ્વારા લખાયેલા ગરબા ગીત પર આધારિત એક મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ આ ગરબા ગીત વર્ષો પહેલા લખ્યું હતું. અને આ નવરાત્રિના પર્વ પર આ ગીતનો વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગીત યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે.

ગરબો રિલીઝ થયો

PM મોદીએ લખેલો ગરબો રિલીઝ થતા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને અનેક લોકો પસંદ કરી રહ્યા છે. PM મોદીએ ટ્વીટ કરીને આ ગરબાનો વીડિયો શેર કર્યો છે. ગરબાની સુંદર રજૂઆત માટે PM મોદીએ ધ્વનિ ભાનુશાલી, તનિષ્ક બાગચી અને જસ્ટ મ્યુઝિકનો આભાર માન્યો હતો.

મોદીએ માન્યો આભાર

પીએમ મોદીએ કહ્યું કે, વર્ષો પહેલા લખેલા ગરબાની સ્મૃતિઓ તાજી થઈ ગઈ, મેં વર્ષોથી કશું લખ્યું નથી, જો કે છેલ્લા થોડાક દિવસોમાં એક નવો ગરબો પણ લખ્યો છે, જે હું નવરાત્રીમાં શેર કરીશ.

સિંગર ધ્વનિ ભાનુશાલીએ કર્યું ટ્વિટ

સિંગર ધ્વનિ ભાનુશાલીએ ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે, નરેન્દ્ર મોદીજી તમે લખેલું ગીત તનિષ્ક બાગચી અને મને ખૂબ જ ગમ્યું છે. અમે એક ફ્રેશ ધૂન અને રચના સાથે એક ગીત બનાવવા માંગતા હતા. જેમાં અમે સફળ થયા છીએ.

જાણો ગરબા વિશે વધુ માહિતી

આ ગીતની જાહેરાત કરતા યુટ્યુબ ચેનલે લખ્યું કે, “પીએમ મોદી દ્વારા લખાયેલા ગીત સાથે ‘ગરબો’માં અમને તનિષ્ક બાગચીના અવાજ અને ધ્વની ભાનુશાલીના અવાજનો જાદુ જોવા મળશે. સંગીતનો આ જાદુ નવરાત્રિ દરમિયાન ગુજરાતની સંસ્કૃતિને જોવાની પ્રેરણા આપે છે. તેનું નિર્દેશન નદીમ શાહે કર્યું છે. ચેનલે લખ્યું, ‘તો તમારી ટીમ તૈયાર કરો, તમારા દાંડિયા અને ઘાઘરા તૈયાર કરો અને ‘ગરબો’ને તમારું નવરાત્રિ ગીત બનાવો.

કંગના રનૌતે આપી પ્રતિક્રિયા

PM Modi ના આ ગરબાને લઈને બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી છે. કંગનાએ આ ગરબાની પ્રશંસા પણ કરી છે. તેણે ટ્વિટ કર્યું છે કે ‘અટલજીની કવિતા હોય કે પછી નરેન્દ્ર મોદીનાં ગીત કે કવિતા, દરેક કલાકારો માટે તે પ્રેરણાદાયક છે’

Read More

Trending Video