Vadodara: છેલ્લા કેટલાક સમયથી હોટેલોમાંથી ખાવાપીવાની ચીજ વસ્તુઓમાંથી જીવાતો નિકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હોટેલ મનેજરની બેદરકારીના કારણે કેટલાય લોકો આવું ભોજન ખાઈ પણ લેતા હોય છે. અને તેના કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાતુ હોય છે. ત્યારે વડોદરામાથી (vadodara) પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરની જાણીતી હોટલના સુપમાંથી મરેલી ગરોળી નિકળતા હોબાળો મચ્યો હતો.
સૂપમાંથી મૃત ગરોળી નીકળી
વડોદરા શહેરના તરસાલી હાઈવે ઉપર આવેલી સર્વોત્તમ હોટલમાં (sarvottam hotel) પીરસવામાં આવેલ સૂપમાંથી મૃત ગરોળી નીકળી હતી. આ અંગે ગ્રાહકને ખબર પડતાં ગ્રાહકે હોટલ મેનેજરનો ઉધડો લીધો હતો. જે બાદ મેનેજરે માંફી માંગી પરંતુ ગ્રાહકે કહ્યું કે અમારા પરિવારના સદસ્યોએ કશું થયું તો કોણ જીમ્મેદાર ?

ફૂડ હાઇજીન મેઈનટેઈન કરવામાં હોટલો ઝીરો
ફૂડ હાઇજીન મેઈનટેઈન કરવામાં હોટલો ઝીરો સાબિત થઈ છે. મેનેજર રસોડામાં આટો મારે તો સાચી હકીકત ખબર પડે.કોર્પોરેશનની ફુડ સેફ્ટીની ટીમો તહેવારો નજીક આવતા ચેકીંગ હાથ ઘરે છે. પરંતુ સામાન્ય દિવસોમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામા આવે તો સમગ્ર હકીકત બહાર આવે.
આ પણ વાંચો : Gujarat Weather: ગુજરાતમાં નિષ્ક્રિય બન્યું ચોમાસું, જાણો ક્યાં સુધી વરસાદ પર રહેશે બ્રેક