Isudan Gadhvi News: આજે ભાણવડ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં વિવિધ સમાજના અને ભાજપ અને કોંગ્રેસના મળીને 200થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ભાણવડમાં સગર સમાજ, પ્રજાપતિ સમાજ, માલધારી સમાજ, પટેલ સમાજ, ભરવાડ સમાજ સહિત અનેક સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપની ભ્રષ્ટ નીતિ, તાનાશાહી નીતિ, ખેડૂત વિરોધી નીતિ અને દલિતો વંચિતો શોષિતો વિરોધની નીતિના કારણે સમગ્ર ગુજરાતમાં લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. ત્યારે આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત 200થી વધુ લોકો એક ઉમ્મીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, હું તમામનું હાર્દિક સ્વાગત કરું છું.
આજે ભાણવડ ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યાલય 24 કલાક ખુલ્લું રહેશે. હું લોકોને વિનંતી કરીશ કે તમારે કોઈપણ પ્રકારનો કામ હોય તેના માટે તમે આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આવી શકો છો. જિલ્લાના કામ હોય તો ખંભાળિયામાં પણ આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે. હું તમામ ખંભાળિયા અને દ્વારકાવાસીઓના લોકોને વિનંતી કરું છું કે ભાજપ સરકાર ખેડૂત વિરોધી, મહિલા વિરોધી, ગરીબ વિરોધી, વંચિત વિરોધી, શિક્ષણ વિરોધી છે. આપણા વિસ્તારમાં સારી સરકારી હોસ્પિટલો અને ડોક્ટરો પણ નથી. જો આવી હાલત આપણા વિસ્તારમાં થઈ રહી છે તો જો તમે તમામ લોકો આ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માંગતા હો તો તમામ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી મારી વિનંતી છે. આજે ભાજપ અને કોંગ્રેસના પણ ઘણા આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આવનારા સમયમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવો મને પૂરો વિશ્વાસ છે.

આ પણ વાંચો: Solar systemમાં રહસ્યમય ધૂમકેતુ દેખાયો, 3 મહિના પછી આવશે પૃથ્વીની નજીક