AAP News: આમ આદમી પાર્ટી યુવાનો, ખેડૂતો, મહિલાઓ સહિત તમામ વર્ગ માટે પોતાની લડત લડે છે. આજે ભાજપના 30 વર્ષના શાસન બાદ પણ ગુજરાતમાં શિક્ષકો આત્મહત્યા કરી રહ્યા છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી આ પરિસ્થિતિમાં ગુજરાતની જનતા માટે કામ કરી રહી છે. આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે મહોલ્લા સભા, જનસભા અને કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહી છે. જેના કારણે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આગળ વધી રહી છે અને લોકોની આશાનું કિરણ બની રહી છે. જેના કારણે ભાજપના ઈશારે ભાજપ અને કોંગ્રેસના લોકોએ ભેગા થઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના લડાયક ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર હુમલો કર્યો. આમ આદમી પાર્ટી આ હુમલાની કડક શબ્દોમાં વખોડી રહી છે. આ હુમલાને પગલે આજે આમ આદમી પાર્ટી દ્વારા જામનગર ખાતે ભાજપ અને કોંગ્રેસના મીલીભગતના કારનામાના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કર્યું અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.
જામનગરમાં કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે હતાશામાં કોંગ્રેસના અને ભાજપના નેતાઓએ મળીને ષડયંત્ર રચ્યું અને કોંગ્રેસના કાર્યકરને સભામાં મોકલી જુતુ ફેંક્યું હતું. આ ઘટના પહેલી નથી, આ પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર હુમલો થઈ ચુક્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ આવા હુમલાઓથી કે FIRથી પણ ડરતા નથી. આમ આદમી પાર્ટી આવા હુમલાઓની સામે જુકવાની નથી તે સંદેશ વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો જોડાયા હતા અને પ્લે કાર્ડ દર્શાવીને ભાજપ અને કોંગ્રેસનો જોરશોરથી વિરોધ કર્યો હતો.