લ્યો બોલો ! ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામનું જ ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયું, હર્ષ સંઘવીએ લોકોને કરી અપીલ

July 30, 2024

Fake Facebook account of Harsh Sanghvi : અત્યારે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social media platforms) પર સાઇબર ઠગો(Cyber ​​thugs)  જાણીતી હસ્તીઓના ફેક ફેસબુક એકાઉન્ટ (Fake Facebook account) બનાવીને ફ્રેન્ડ રિકવેસ્ટ અને મેસેજ મોકલીને રૂપિયા માંગે છે. આ સાયબર ઠગોએ અગાઉ પણ ભાજપના (BJP) અનેક નેતાઓના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે પરંતુ હવે તો ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું (Harsh Sanghvi) પણ ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ

સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીનું ફેક ફેસબુક આઈ.ડી બનાવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જાણ થતા જ હર્ષ સંઘવીએ ફેસબુક, ઇન્ટ્રાગ્રામના માધ્યમથીલોકોને અપીલ કરી છે કે, ફેક આઇડી પરથી મેસેજ કે રીક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરો. તમને જણાવી દઈએ કે, સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતનું પણ ફેક ફેસબુક આઈડી બનાવામાં આવ્યું છે. સાયબર ગઠિયાઓ લોકોને આ ફેક આઈડી પરથી મેસેજ કરીને રુપિયાની માંગણી કરી રહ્યા છે.

અગાઉ પણ આ દિગ્ગજોના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યા હતા

તમને જણાવી દઈએ કે, આ પહેલી વાર નથી કે, સાઈબર ઠગોએ ગુજરાતના દિગ્ગજ નેતાઓના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યા હોય અગાઉ IPS હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. તેમજ જામનગરમાં SP પ્રેમસુખ ડેલુનું પણ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું તેમજ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નામે પણ ફેસબુકનું ફેક એકાઉન્ટ બનાવવામા આવ્યું હતું. આ સાથે ભાજપના અનેક નેતાઓના ફેક ફેસબુકનુંએકાઉન્ટ બનાવવામા આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સાયબર ગઠિયાઓ હવે અધિકારીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Kerala Landslides: કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન, 24 લોકોના મોત, 100થી વધુ લોકો દટાયા

Read More

Trending Video