રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી લવ જેહાદ અને હિંદુ યુવતીઓ ( Hindu girl) સાથેના અત્યાચારોની (Atrocity) ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આજે ભુજમાંથી (Bhuj) વધુ એક લવ જેહાદનો (Love Jihad) કિસ્સો સામે આવ્યો છે. જેમાં ડ્રગ્સના (drugs) નશામાં વિધર્મી પતિએ હિન્દુ મહિલાને ઢોર માર માર્યો હતો. જેના કારણે પતિના ત્રાસથી છૂટકારો મેળવવા માટે આ મહિલા પોલીસના (police) શરણે પહોંચી છે. અને આરોપી પતિ સામે કાર્યવાહીની માંગ કરી છે.
લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો
પ્રાપ્ત જાણકારી મુજબ ભુજમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફિરોઝ નામના એક યુવકે ચાર વર્ષ પહેલા પોતાના પ્રેમ જાળમાં ફસાવી એક હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. પહેલા થોડો સમય યુવતી સાથે સારો વ્યવહાર કર્યો પરંતુ બાદમાં યુવતીનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું એટલું જ નહી ફિરોઝ ડ્રગ્સનો નશો પણ કરતો હતો જેથી નશો કરીને આ મહિલા પર અત્યાચાર ગુજારતો હતો. મહિલાને તે અનેક વખત ઢોર મારતો હતો આ મહિલાએ અગાઉ બે વખત તેની ફરિયાદ નોંધાવી હતી પરંતુ તેને ધાક ધમકી આપી ફરિયાદ પાછી લેવડાવી હતી. યુવકના અત્યાતાર દિવસે દિવસેને વધી રહ્યા હતા, આ યુવતીને આરોપીએ એવો માર માર્યો હતો કે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવી પડી હતી.
વીડિયો વાયરલ
હાલ સોશિયલ મીડિયામાં આ યુવતીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હોસ્પિટલમાં દાખલ છે અને તેના શરીર પર ચામઠાના નિશાન દેખાઈ રહ્યા છે આ વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો વિધર્મી યુવક સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને યુવતીઓને આવા લોકોની જાળમાં ન ફસાવવાનું કહી રહ્યા છે.
પીડિત યુવતીએ જણાવી આપવીતી
પીડિત યુવતીએ મીડિયાને જણાવ્યું હતુ કે, ફિરોઝ ઘરે આવી ડ્રગ્સના નશામાં ખોટું ખોટું બોલી મારી સાથે મારઝૂડ કરતો હતો. એ ડ્રગ્સ સહિતના ધંધામાં મને સંડોવવા માંગે છે, હું ના પાડું તો એ મારી સાથે મારપીટ કરે છે. તેની ટ્રીપમાં મને ફસાવી હતી. પહેલા બે વાર ફરિયાદ કરી તો ફરિયાદ પાછી લેવડાવી લીધી હતી, તે મને ધમકી આપતો હતો કે ફરિયાદ પાછી નહીં લે તારા છોકરા અને તેને મારી નાખીશ. જ્યાં જોઈએ ત્યા નશા માચે બધું વેચાતુ જ હોય છે તેને મળી જ જાય છે તેને મને ઢોર માર્યો હતો. ધોકાથી છરીથી પાઈપથી માર્યું છે તેને કઠોળમાં કઠોળ સજા આપવામા આવે, હવે મારે તેનાથી અલગ થાવું છે.