Surendranagar : ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી તંત્રની તાનાશાહીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે પરંતું હવે તો હદ થઈ ગઈ છે કેમ કે, સુરેન્દ્રનગર (Surendranagar ) કલેક્ટરને પ્રાથમિક સુવિધાની (basic facilities) રજુઆત કરવા ગયેલા શહેરીજનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે શહેરીજનો સવાલ કરી રહ્યા છે કે, હવે પ્રાથમિક સુવિધા બાબતે રજુઆત કરવી અને અવાજ ઉઠાવો પણ એક ગુનો છે ?
રજુઆત કરવા ગયેલા શહેરીજનો સામે ગુનો દાખલ
પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગર કલેક્ટરને (Surendranagar Collector) પ્રાથમિક સુવિધાની રજુઆત કરવા ગયેલા શહેરીજનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આજે શાશ્વત નગર વિસ્તારમાં પીવાના પાણી અને રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાના કામો ન થતા શહેરીજનો કલેક્ટરને રજુઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે પોલીસે શહેરીજનોને રજુઆત પણ ન કરવા દીધી અને સીધા પોલીસ મથકે લઈ ગયા અને રજૂઆત કરવા આવેલી મહિલાઓને સિટી પોલીસ મથકમાં બેસાડી દેવામાં આવી છે.કેલક્ટ કટેરીએ રજૂઆત કરવા આવેલી મહિલાઓ સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે તંત્રની આ તાનાશાહી સામે મહિલાઓમાં રોષ ફેલાયો છે.
શું હવે રજુઆત કરવી પણ ગુનો છે ?
આ ઘટના સામે આવ્યા બાદ સવાલ તે થાય છે કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં પોતાને પડતી તકલીફો માટે રજુઆત કરવી પણ ગુનો છે? શહેરીજનો સાથે પોલીસ તાનાશાહીની જેમ કેમ વર્તન કરી રહી છે, તંત્રને રજૂઆત કરાવા ગયેલા લોકોનો શું વાંક છે તો તેમના પર ગુનો દાખલ કરવામાં આવ્યો?
આ પણ વાંચો : ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે તેમની હાલત?