છત્તીસગઢમાં આકાશી આફત વરસી ! વીજળી પડવાથી 4 બાળકો સહિત 8 લોકોનાં મોત

September 23, 2024

Chhattisgarh : છત્તીસગઢમાં (Chhattisgarh) મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની વિગતો સામે આવી છે. જેમાં વિજળી (lightning) પડવાથી 4 બાળકો સહિત 8 લોકોના મોત થયા છે.આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દીધુ હતું. ત્યારે આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો.

વીજળી પડવાથી 4 બાળકો સહિત 8 લોકોનાં મોત થયાં

મળતી માહિતી મુજબ છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના જોરાતરાઈ ગામમાં વીજળી પડવાથી ચાર બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે.આ તમામ લોકો પાનની દુકાન પાસેના કમ્પાઉન્ડમાં રોકાયા હતા.આ દરમિયાન જોરદાર કડાકાના અવાજ સાથે વીજળી પડી અને ત્યાં હાજર 4 બાળકો અને અન્ય લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે આ માહિતી મળ્યા બાદ કલેક્ટર, એસપી અને જિલ્લા શિક્ષણાધિકારી પણ ઘટનાસ્થળે રવાના થયા હતા. તેમજ માહિતી મળતાં જ આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.જાણકારી મુજબ આ ઘટનામાં એક વ્યક્તિ દાઝી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વ્યક્ત કર્યુ દુ:ખ

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ આ ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. બઘેલે ટ્વિટરમાં ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે,રાજનાંદગાંવના જોરાતરાઈ ગામમાં વીજળી પડવાથી 4 શાળાના બાળકો સહિત 8 લોકોના મોતના સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક છે,ભગવાન મૃતકોના પરિવારોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે અને મૃતકોના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ: સરકાર અને વહીવટીતંત્રને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના પરિવારોને દરેક શક્ય રીતે મદદ કરે અને યોગ્ય વળતર આપે.

આ પણ વાંચો :  બોટાદ અને દાહોદમાં વિદ્યાર્થીનીઓ સાથે થયેલી ઘટના બાદ ગેનીબેન ઠાકોરે સરકાર પાસે કરી મોટી માંગ

Read More

Trending Video