રાજ્યમાં લેવાનારી સરકારી ભરતી (Government Recruitment) પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાના ઉજાગર થયેલા કૌભાંડે (Dummy Candidate Scam) સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી હતી. સુનિયોજીત રીતે દરેક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાના સ્કેમમાં મોટા ભાગના સરકારી નોકરીમાં ફરજ બજાવનારા લોકો છે આ મામલે આજે મોટી અપડેટ સામે આવી છે. ડમીકાંડમાં કોર્ટે 42 આરોપીઓને જામીન પર મુક્ત કર્યાં છે.
સમગ્ર રાજ્યમાં બહુચર્ચિત થયેલા ડમી ઉમેદવાર કાંડમાં 42 આરોપીઓને જામીન મળ્યા છે. ભાવનગરમાં (Bhavnagar) ડમી ઉમેદવાર કાંડ ની ઘટના ઉજાગર થયા બાદ અત્યાર સુધી માં 69 થી વધુ આરોપીઓ ને આ કાંડ માં ઝડપી લેવામાં આવ્યા હતા. ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથકમાં ગત 14 એપ્રિલ ના રોજ 36 આરોપીઓ સામે ફરિયાદ થઈ હતી.
જણાવી દઈએ કે, ડમી કાંડમાં ધડપકડનો સિલસિલો પણ યથાવત્ જ છે. ગત રવિવારે ભાવનગર SOG એ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. MPHW, પશુધન નિરિક્ષકમાં ડમી ઉમેદવાર બેસાડવા મામલે ત્રણ લોકોની ધરપકડ થઈ હતી.