Ahmedabad News : અમદાવાદના ઘુમા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં દુર્ઘટના સર્જાઈ છે. જાણકારી મુજબ બિલ્ડીંગની કામગીરી દરમિયાન પાલખ તૂટતા 3 શ્રમિકો 13મા માળેથી નીચે પટકાયા હતા.
કનસ્ટ્રકશન સાઈટ પર દુર્ઘટના
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ઘુમા વિસ્તારમાં શાંતિપુરા સર્કલ પાસે આવેલી ઝવેરી ગ્રીન્સ બિલ્ડીગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. જ્યાં ગત મોડી રાત્રે કેટલાક શ્રમિકો કામ કરી રહ્યા હતા આ દરમિયાન 13 માં માળે લાકડાની પાલખ બાંધી તેના પર 3 શ્રમિકો ઉભા હતા આ દરમિયાન અચાનક લાકડાનું સ્ટેન્ડ તૂટતા પાલખ સાથે ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા આ ઘટનામાં ત્રણેય શ્રમિકોનું મોત નિપજ્યું હતું.
પોલીસે હાથ ધરી તપાસ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકો ઉત્તર પ્રદેશ છે અને તેમના નામ રાજેશ કુમાર, સંદીપ કુમાર અને અમિત કુમાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને આ મામલે તપાસ હાથ ધરી હતી.