રાજ્યમાં હાર્ટ એટેકનો હાહાકાર ! વધુ 3 લોકોએ હાર્ટ એટેકથી ગુમાવ્યા જીવ

રાજ્યમાં આજે 3 લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં હાર્ટ એટેકથી 2 લોકોના નિધન થયા છે.

October 23, 2023

આજકાલ હાર્ટ એટેક એક સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ જે ઉંમરે તેનું જોખમ વધી ગયું છે તે ખૂબ જ ચિંતા જનક છે. નાની ઉંમરના યુવાોનમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. હાલમાં જ નવરાત્રીમાં ગરબા રમતી વખતે 24 કલાકમાં 9 લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. ત્યારે આજે વધુ 3 લોકોને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

3 લોકોના હાર્ટ એટેકથી મોત

પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં આજે 3 લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં હાર્ટ એટેકથી 2 લોકોના નિધન થયા છે. જ્યારે સાબરકાંઠામાં હાર્ટ એટેકથી એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.

ગીર સોમનાથમાં હાર્ટ એટેકથી 2ના મોત

છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના તાલાલામાં હાર્ટ એટેકથી 2ના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં તાલાલાની જેબુનબેન અહેમદ નામની મહિલાને હિરણ નદીમાં કપડા ધોતી વખતે હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું છે. જ્યારે ગીર સોમનાથના ગાભા ગામના નિકુંજ પરમાર નામના વ્યક્તિને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.

સાબરકાંઠામાં હાર્ટ એટેકનો બનાવ

ત્રીજા બનાવમાં સાબરકાંઠાના સાબલવાડ કંપાના રહેવાસી ભરત પટેલને ગઈકાલે રાતે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે તેઓ અચાનક જ ત્યાં ઢળી પડ્યા હતા. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

2 દિવસમાં  હાર્ટ એટેકથી 21 લોકોનાં મોત

નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓ ખુબ વધુ ગઈ છે. છેલ્લા 2 દિવસમાં જ હાર્ટ એટેકથી 21 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઈમરજન્સી સેવા 108માં પણ હૃદયની સમસ્યાની ફરિયાદના કોલમાં વધારો થયો છે. રાજ્યમાં ગરબા રમી રહેલા લોકોએ 1100થી વધારે ઈમરજન્સી કોલ કર્યા છે.

Read More

Trending Video