Ambaji પાસે 1 કલાકમાં 3 અકસ્માતની ઘટના,1 મહિલાનું મોત

આ અકસ્માતની ઘટનામાં બે પુરુષને ઈજા પહોંચી હતી જ્યારે અંબાજીની એક મહિલાનું મોત થયું હતું

September 26, 2023

ભાદરવી પૂનમના મેળોનો આજે ચોથો દિવસ છે. ત્યારે અંબાજી (Ambaji) તરફ જતા તમામ રસ્તાઓ પર માઇભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ દરમિયાન અંબાજી યાત્રા દરમિયાન અકસ્માતની (Accident) ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે ત્યારે અંબાજીમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ અંબાજી પાસે એક કલાકમાં અલગ અલગ જગ્યાએ ત્રણ હિટ એન્ડ રનની ઘટના બની છે.

1 કલાકમાં 3 અકસ્માત

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજે ભાદરવી પૂર્ણિમાના મેળાનો ચોથો દિવસ ગોઝારો સાબિત થયો છે. અંબાજી નજીક એક જ કલાકમાં ત્રણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં પહેલી ઘટનામાં પાન્છા નજીક અજાણ્યા વાહને મહિલા અને પદયાત્રીને અડફેટે લીધા હતા. આ ઘટનામાં મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય ઘટનામાં ત્રિશુળીયા ઘાટ પાસે ટ્રક પલટતા ખલાસી ઈજાગ્રસ્ત થયો હતો. તેમજ હડાદ નજીક રાણપુર પાસે રસ્તે ચાલતા પદયાત્રીને અજાણ્યા વાહને ટક્કર મારી હતી.

બે ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

આ અકસ્માતની ઘટનામાં બે પુરુષને ઈજા પહોંચી હતી જ્યારે અંબાજીની એક મહિલાનું મોત થયું હતું. બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અંબાજી સિવિલ લાવવામા આવ્યા હતા.

Read More

Trending Video