સિક્કિમમાં આભ ફાટ્યું ! અચાનક પુર આવતા તબાહી સર્જાઈ, સેનાના 23 જવાનો ગુમ

ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું

October 4, 2023

Sikkim Floods:  સિક્કિમમાં આભ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે. જેમાં તિસ્તા નદીમાં પુર આવતા ભારતીય સેનાના 23 સૈનિકો ગુમ થયા હોવાના અહેવાલ મળ્યા છે. ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાને કારણે લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું. ખીણમાં કેટલાક સૈન્ય મથકોને અસર થઈ છે. ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાથી ડાઉનસ્ટ્રીમમાં 15-20 ફૂટ ઊંચાઈ સુધી પાણીની સપાટીમાં અચાનક વધારો થયો હતો.

જેના કારણે સિંગતમ નજીક બરડાંગ ખાતે પાર્ક કરાયેલા આર્મીના વાહનોને અસર થઈ છે. 23 કર્મચારીઓ ગુમ થયાની જાણ કરવામાં આવી છે અને કેટલાક વાહનો કાદવમાં ડૂબી ગયા હોવાના અહેવાલ છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Sikkim Flood
Sikkim Flood

સિક્કિમમાં તબાહી

પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્તર સિક્કિમમાં લ્હોનક સરોવર પર અચાનક વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું.  અને આ નદીનું પાણી ખીણમાં ભરાઈ ગયું હતું જેના કારણે ખીણમાં કેટલાક સૈન્યના કેમ્પ હતા તે પુરમાં તણાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ લાપતા સેનાના જવાનોની શોધ માટે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સેનાના 23 જવાનો ગુમ

અહેવાલો મુજબ ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે નિચાણવાળા વિસ્તારોમા 15-20 ફૂટ પાણી ભરાઈ ગયું હતું. અને તેના કારણે સિક્કિમના મોટાભાગના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. તેમજ સિંગતામ નજીક બારદાંગમાં રહેલા સેનાના વાહનો પણ આ પુરની લપેટમાં આવ્યા હતા. તેમજ ભારતીય સેનાના 23 જવાનો પણ પાણીના વહેણમાં ગુમ થઈ હતા.

સિક્કિમમાં હાઈ એલર્ટ

જાણવા મળી રહ્યું છે કે તિસ્તા નદીમાં પાણીનું સ્તર વધવાથી નદી પર બનેલો સિંગથમ ફૂટબ્રિજ પણ તૂટી ગયો છે. તેમજ સિક્કિમમાં કેટલાક માર્ગોને પણ નુકસાન થયું છે. આ તમામ પરિસ્થિતિને જોતા સિક્કિમ સરકારે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. અને લોકોને તિસ્તા નદીની આસપાસ ન જવા માટે પણ કહ્યું છે. હાલ પુર પ્રભાવિત લોકોનું સ્થળાંતર કરવામા આવી રહ્યું છે.  જો કે પુરના કારણે સર્જાયેલ નુકસાની અંગે હજુ સુધી કોઈ નિવેદન આપવામા આવ્યું નથી.

Read More

Trending Video