Andhra Pradesh ની ફાર્મા કંપનીમાં વિસ્ફોટની ઘટનામાં 17 લોકોના મોત, PM મોદીએ શોક વ્યક્ત કરતા સહાયની કરી જાહેરાત

August 22, 2024

Andhra Pradesh :આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) બુધવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ફાર્મા ફેક્ટરીમાં લાગેલી આગમાં 17 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેક્ટરીમાં 381 જેટલા કર્મચારીઓ કામ કરે છે. મૃત્યુઆંક પણ વધી શકે છે.  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Pm modi) આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. બીજી તરફ તેમના પ્રિયજનોને શોધી રહેલા લોકોએ આરોપ લગાવ્યો કે અધિકારીઓએ તેમને સાચી માહિતી આપી નથી.

 ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે એવી આશંકા છે કે વિસ્ફોટ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે થયો હતો. તેમણે કહ્યું કે ફેક્ટરીમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જે અચ્યુતપુરમ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં છે. શરૂઆતમાં, મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે આ ઘટના પ્લાન્ટમાં કેમિકલ રિએક્ટરમાં બ્લાસ્ટને કારણે થઈ હતી. કલેકટરે આ વાતને નકારી કાઢી હતી. સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. જો ફેક્ટરી મેનેજમેન્ટની બેદરકારી બહાર આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

 આજે સીએમ ફેક્ટરીની મુલાકાત લેશે

સીએમ પોતે આજે ફેક્ટરીની મુલાકાત લેશે. તે મૃતકોના પરિવારજનોને મળશે અને ઘાયલોને જોવા હોસ્પિટલ પણ જશે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે અધિકારીઓને ફેક્ટરીઓમાં સેફ્ટી ઓડિટ કરાવવાની સૂચના આપી છે.

કેવી રીતે થયો અકસ્માત?

જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે એવી આશંકા છે કે વિસ્ફોટ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે થયો હતો. તેમણે કહ્યું કે 33 ઘાયલ લોકોને અનાકાપલ્લે અને અચ્યુથાપુરમની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ફાયર વિભાગ છ ફાયર એન્જિનોની મદદથી બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે ફેક્ટરીમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દરમિયાન, મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર મૃતક કામદારોના પરિવારજનો સાથે ઉભી રહેશે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા સત્રનો આજેબીજો દિવસ, આ બે મહત્વના સુધારા વિધેયક કરાશે રજૂ

Read More

Trending Video