147th Rath Yatra : ભુપેન્દ્ર પટેલે રથ ખેંચ્યો, ભગવાન જગન્નાથ યાત્રાએ નીકળ્યા

147th Rath Yatra- અમદાવાદ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથને ખેંચ્યો હતો.

July 7, 2024

147th Rath Yatra- અમદાવાદ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથને ખેંચ્યો હતો. આજના અષાઢી બીજના ખાસ દિવસે જગતના નાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા છે અને ભક્તોને દર્શન આપશે.

આજે સવારે 4 વાગ્યે જગતના નાથની મંગળા આરતી કરવામાં આવી. અમદાવાદની રથયાત્રાનો કુલ રૂટ 16 કિમી લાંબો છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ છે અને મોટી સંખ્યામાં શણગારેલા ટ્રક, ભજન મંડળીઓ, અખાડાના કુસ્તીબાજો રથયાત્રામાં જોડાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિરની રથયાત્રા માટે દિલ્હીથી પ્રસાદ મોકલ્યો છે. દિલ્હીથી તેણે ભગવાન જગન્નાથને ચોકલેટ, ડ્રાયફ્રૂટ્સ, ફળો, મીઠાઈઓ, કેરીનો પરંપરાગત પ્રસાદ મોકલ્યો છે. રથયાત્રા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી યાદો જોડાયેલી છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દર વર્ષે રથયાત્રામાં આવતા હતા.

Read More