147th Rath Yatra -અમદાવાદમાં 147મી રથયાત્રાના પ્રારંભ પૂર્વે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સવારે ચાર વાગે મંગળા આરતી કરી હતી અને પછી ભગવાનની સ્નાનાદિ પૂજન કરાવવામાં આવ્યું.
CM ભુપેન્દ્ર પટેલે ત્યારબાદ પહિંદ વિધિ (Pahind Vidhi)કરી હતી અને પહિંદ વિધિ (Pahind Vidhi)માં ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથને રથમાં બેસાડવામાં આવ્યા પછી રથયાત્રાના રસ્તાને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે.
ગુજરાતમાં પહિન્દવિધિ સૌથી વધુ વખત કરવાનો રેકોર્ડ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે છે. તેઓ 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હોવાથી તેમણે 12 વર્ષ પહિન્દવિધિ કરી હતી.
સવારે 7 વાગે ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી સાથે ભગવાન જગન્નાથનો રથ શહેરની નગરચર્યા માટે નીકળ્યો છે. શ્રદ્ધાળુઓ સવારના પહોરથી ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટવા માંડ્યા છે.
ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન થયા છે સાથે ભાઇ બલભદ્વને પણ રથમાં કરાયા બિરાજમાન કરાયા છે અને વ્હાલી બેન શુભદ્વાને પણ કરાયા રથમાં બિરાજમાન કરાયા.