પોરબંદરમાં ભારે વરસાદથી જળબંબાકાર, 11 લોકોનું રેસ્ક્યૂ કરાયું

July 19, 2024

Porbandar Heavy Rain : ગુજરાતમાં (Gujarat) ધીમુ પડેલું ચોમાસુ  (Monsoon) હવે જામ્યું છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની  (Heavy rainfall) શક્યતા છે ત્યારે મેઘરાજા ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ પોરબંદર (porbandar) જિલ્લામાં 13 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ વરસતા પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

Porbandar Heavy Rain : પોરબંદરમાં આભ ફાટ્યું

પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યું

જાણકારી મુજબ પોરબંદરમાં મેઘરાજાએ ધમકેદાર બેટીંગ કરતા તારાજી સર્જાઈ છેકેટલીક જગ્યાએ પશુઓ તણાવા, વાહનો ડુબવા, તેમજ ધરોમાં પાણી ઘુસવાની ઘટનાઓ સામે આવી રહી છે. પોરબંદરના બરડા પંથકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડતા આખુ પંથક બેટમા ફેરવાયું છે.

Porbandar Heavy Rain : પોરબંદરમાં આભ ફાટ્યું

11 લોકોનું રેસ્ક્યૂ કરાયું

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને પગલે 11 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.જેમાં બરડા પંથકમાં ભારે વરસાદથી ભારવાડા ગામનાં વાડી વિસ્તારમાંથી 7 લોકોનું ફાયર બ્રિગ્રેડ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. તેમજ બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી 2 લોકોનું રેસ્ક્યું કરાયું હતું.અને રાણાવાવમાંથી 2 લોકોને રેસ્ક્યું કરાયું હતું.

આ પણ વાંચો : Gujarat Rain forecast :એકસાથે 4 સીસ્ટમ સક્રિય, આજે આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા

Read More

Trending Video